આપણું બાળક તો આમાં નથી ને ?

220 Views

“કહેવા જેવું ઘણું છે, કહ્યા જ કરું છતાંય ખૂટે નહીં એટલું! મારું સઘળું કહેતા રહેવું પર્યાપ્ત પણ નથી. ખાસ કરીને એટલા માટે, કે ગમે તેટલું કહ્યા પછી, સાંભળીને સમજવા અને પચાવવાની જે પ્રક્રિયા છે તે સૌથી મહત્વની છે. જાગૃતિ લાવનારી અને ક્રાંતિકારી ઘટના ભલે સામૂહિક સ્તરે જોવા મળે, પણ મૂળભૂત તે વ્યક્તિગત ઘટના છે. કોઈ પણ બદલાવ લાવવા માટે આપણા પોતાનામાં બદલાવાની તૈયારી હોવી જોઈએ. આપણે બે હાથે ખોબો ધરવો છે કે મુઠ્ઠી વાળી રાખવી છે, એ ઉપર સઘળું નિર્ભર છે. માટે જ, આ લખાણ દ્વારા કોઈ દાવો કરવાનો મારો ઇરાદો નથી. માત્ર એક અરીસો સામે ધરવો છે, કે જેમાં પોતાનું પ્રતિબિંબ સૌએ જોઈને, જે તારવવું હોય એ તારવવું, અને જો ગાંઠે બાંધવા જેવું લાગે તો બાંધવું.”

– ડૉ. મનોજ ભાટવડેકર

No comments